| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| દાવત કઈ શરમ કરો. દાવત વાલા ના હાથ કે પગ પર બોશો હરામ. આ હરામ કામ સલામ લૂંટવા માટે? |
| મોમીના ઔરત માટે મહરમમાં નઝદીક ના મર્દો છે જેના સાથે ખૂન ના રિશ્તા છે , જેમ કે તેના બાવાજી, ભાઈ, દાદા, દીકરા અને કાકાજી, શૌહર અને શૌહર ના બાવાજી, માત્રાયા ભાઈ અને માત્રાયા બાવાજી. |
| આના સિવાય કોઈ ના સામે બેહિજાબ આવવું ભી જાએઝ નથી તો હાથ કે પગ પર બોશો તો બહુ દૂર ની વાત છે. તે બિલકુલ હરામ હરામ હરામ છે. |
| દાઇ ને અપવાદ માં નિકાલએ તો તે બાદ દાઈ ના ફરઝંદો , ભાઈ , ભત્રીજા, ને નઝદીક ભી પરદા કરવું વાજીબ હોય તો હાથ પકડી ને સલામ, બિલકુલ હરામ હરામ હરામ છે. |
| મુમેનાત માં બહેનો શરિયત ના પાબંદ બનો અને તમારા ઈમાન અને ઈસ્મત નો એહતેરામ કરો. કદી ભી ના-મેહરમ ના હાથ માં તમારો હાથ ના આપો. |
| દાઇ ના ફરઝંદો ના-મેહરમ છે. |
| મોમીન મર્દો, આપના ઘરના બૈરો ને તાકીદ કારો કે, ગૈરમેહરમ ના હાથ માં ક્દી પોતાનો હાથ ના આપે અને ગૈરમેહરમ ના હાથ ના ચૂમે. આપના ઘર ની ઈઝ્ઝત સાચવવી અપને મર્દો પર લાઝીમ છે. જો તેમાં લાપરવાહી કરી તો અપને ભી મોટા ગુનાહ ને અઝાબ માં પડી જઈશું. |
| આ સિવાય ઈન્સાન ની ફિતરત નો ખ્યાલ કરો. બીજી જમાત માં ચલન છે કે દાઇ એક થી વધારે નિકાહ કરે છે અને તેમના શેહઝાદા ભી. જો તેની નકલ અપની જમાત માં ભી થાય તો એક નિકાહ વાલા શહેઝાદા બીજા નિકાહ માટે પોતાની નિગાહ જમાત ની જવાન દીકરી ઓ પર કરશે. શું આપ મર્દો, આપની દીકરીઓ ને ગૈર મર્દ તે નિગાહ થી જોય તે બરદાસ્ત કરશો? |
| જે શહેઝાદા ની નિઝબત વાસ્તે કોશિસ થઈ રહી છે, તે માટે જમાત ની દીકરીઓ પર નઝર કરવામાં આવી રહી છે, તે શહેઝાદા શું પોતે હર દીકરી ને તે નિગાહ થી નહીં જોતા હોય? બિલકુલ જોતા હશે. તો આજથી જ ઘરના બૈરાઓ ને તાકીદ કરી મોકલો કે કોઇ ભી મોકો હોય, દાઈ સિવાય કોઈ ના હાથ માં હાથ ના આપે અને સલામ કરવા ભી હાથ ના ચૂમે. |
| શું નેક મોકા પર આ તરહ ના અમલ? આ શરિયત ના ખિલાફ નથી? |
| શર્મ ની વાત છે કે તખ્ત પર બેસી ને દાઈ આ તમાશા જોય છે. |
| Next પરચો બુધવારે સવારે. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_8_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |