| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| બાવાસાબ, સૈયેદના અલી (આ કુ) ની કબ્ર બનાવીને આપો |
| સૈયેદના અલી (આ કુ) ની કબ્ર તૂટવી અલવી કૌમ માટે સૌથી વધારે દુઃખની વાત છે. અપની કૌમ ની બુનિયાદ જ મિતિ ગઈ. |
| ઘણા લોકો કહે છે કે બાવાસાબે દાઉદીઓ પાસે થી ૫ કરોડ લીધા, તેના બદલે તેઓ ચૂપ રહેશે, ખોટી કબરને સાચી સ્વીકારશે અને કોર્ટ કે મીડિયા સુધી વાત નહીં લઈ જાય. કોઈ પોલીસ ફરિયાદ થઈ નહીં, કોઈ કેસ દાખલ થયો નહીં. બધું શાંત રહી ગયું. કમનસીબી થી અપને પાસે આની કોઈ સાબિતી નથી. |
| પણ એક વાત માં કોઈ શક નથી કે બાવાસાબે (ત્યારે માઝૂન હતા) એમ કહ્યું હતું, જમાત ને સામે, કે સૈયેદના અલી (આ કુ) ની બહાર ની નકલી કબ્ર માંથી આવાઝ આવેલો કે "ઓ મારા માઝૂન, હું અહીંયા બહાર સૂતેલો છું". બાવાસાબ ના આ શબ્દો ના કારણે અસલી કબ્ર તૂટી ગઈ. |
| આ બાવાસાબ ની ભૂલ હોય કે બાવાસાબ જૂઠું બોલા હોય, જેભી હોય, બાવાસાબ ના કારણે કબ્ર તૂટી છે. બાવાસાબ ઝિમ્મેદાર છે કબ્ર તૂટવા માટે તો બાવાસાબ ને કબ્ર બનાવી આપવી પડશે. કોઈ પણ રસ્તો નિકાલો. દાઉદીઓ ને મનાવો, ના માને તો કાનૂની લડત આપો. કઈ ભી કરો, પણ કબ્ર બનાવી આપો. |
| બાવાસાબ આ વાત ને ભૂલી ગયા છે કે કબ્ર એમના કારણે તૂટી છે. બસ વરસ માં એક વાર, ઉર્સ ના દિવસે, કબ્ર આગળ જુઠા આંસુ નિકાળશે. પછી પાછા કૌમ ને લૂંટવાનું ચાલુ કરી દેશે. પણ જાગૃતિ ગ્રુપ બાવાસાબ ને ભૂલવા નહિ દે. વારે ઘડીયે પરચા નિકાળીને બાવાસાબ ને સવાલ કરતા જ રહેશે કે કબ્ર તમારા કારણે તૂટી છે. જમાત ને કબ્ર બનાવીને આપો. |
| સૈયેદના અલી (આ કુ) અને સૈયદના ઝકિયુદ્દીન તૈયબ ઇબ્ને શેખ આદમસહબ (આ કુ) ની ભી કબ્ર મુબારક શહીદ કરવા માં આવી તેના થી કોઈ સબક ના લીધો ને આરામ થી ઊંઘતા રહ્યા ને આ લાપરવાહી જોઈ દાઉદી ઓ એ અમદાવાદ નું ૪૦૦ સાલ જૂનું મુસાફરખાનું ભી આપણા પાસેથી ઝૂંટવી લીધું પણ કઈ ના કરી શક્યા. |
| હવે દાવત થી એક નોકીલો સવાલ , કે શું સૈયદના બદરૂદ્દીન હસન બિન વલી સાહબ આ કુ ના રોઝા મુબારક સલામત છે? કોઈ ખતરો નથી? |
| તમે મુંબઈ જઈ દાઉદી ઓ ના મૌલા ની મુલાકાત માટે ગયેલા તો ખુબજ મહત્વપૂર્ણ મુદ્દા બાબતે કશી વાત કરી? કરી તો જવાબ શું મળ્યો? નથી કરી તો શું દાઉદી ઓ ના મૌલા ને કદમ બોશ થવા ગયેલા? કઈ તો જવાબ આપો? આ તમારો અંગત મામલો નથી જમાત ના એક એક મોમીન ના અકીદા સાથે જોડાયેલો મામલો છે. તેનો જવાબ આપો નહી તો પગાર લેવા નુ બંધ કરો. |
| મોમીનો આ ઊંઘતી દાવત ના સકંજા ને ઝાંસા માંથી બહાર નીકળો. જ્યાં સુધી દાવત પોતાની ફરજો અદા ના કરે અને શહીદ થયેલી કાબરો પાછી બને ના ત્યાં સુધી તથા સૈયદના બદરુદ્દીન સાહબ આ કુ ના રોઝા મુબારક બાબતે સલામતી ની ચિઠ્ઠી દાઉદી ઓ ના મૌલા પાસેથી ના લઈ આવે ત્યાં સુધી ૧ ભી રૂપિયો દાવત ને આપવો નહીં. |
| મોમીનો આપણી લાગણીઓ ને સાથે રમત રમી આ દાવત કરોડો રૂપિયા ખિસ્સા માં નાખી ગઈ ને પોતાની ફરજો બજાવવા માં ઠેંગો બતાવતી રહી. શું આપણે બેવકૂફ છે? |
| Next પરચો રવિવારે. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_11_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |