| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| દાવત, મીસાક જેવા અહમ દીની અમલ માં લૂંટ બંધ કરો |
| મીસાક ના નામ પર લુટેરી દાવત ખુબ લૂંટ ચલાવે છે. એટલે સમજીયે મીસાક શું છે. |
| રસૂલુલ્લાહ (SAW) એ મૌલા અલી (AS) પર જે નસ જાહેર કીધી હતી એ ઇમામો માં ચાલુ રહી. જયારે અપના આખરી ઇમામ સતર માં ચાલ્યા ગયા ત્યારે એજ નસ ચાલુ રહી દાઈઓ માં. |
| મીસાક એટલે કરાર અથવા વચન, એ વચન જે મુમીન ની commitment (પ્રતિબદ્ધતા) સ્થાપિત કરે છે અલ્લાહ, રસૂલુલ્લાહ (SAW), મૌલા અલી (AS), ઇમામો (AS) અને દાઈઓ તરફ ની. |
| આ છે મીસાક જેમાં પૈસા નો કોઈ ઝિક્ર નથી. આમાં પૈસા હોય પણ નહિ. પણ લુટેરી દાવતે મીસાક ને પૈસા લૂંટવાનું સાધન બનાવી દીધું. દીન ને વેચી નાખ્યું એમના મહેલો બનાવવા માં, ઐશ આરામ ની જિંદગી વિતાવવા માં. |
| લૂંટેરી દાવત મીસાક ને ફરજીયાત કહે છે. શું કામ? મીસાક અલ્લાહ અને મુમીન વચ્ચે નો મામલો છે. જે મુમીન મીસાક નહિ લે તે અલ્લાહ ને જવાબ આપશે જેવી રીતે કોઈ નમાઝ ના પડે કે રોઝા ના રાખે તો એ અલ્લાહ ને જવાબ આપશે. આ લૂંટેરી દાવત એમ ના કહી શકે કે મીસાક ના લો તો અલવી નથી. શું નમાઝ અને રોઝા માટે પણ એ કહે છે કે નમાઝ નહિ પઢો કે રોઝા નહિ રાખો તો અલવી નથી? |
| આ ફરજીયાત મીસાક લૂંટ જ છે. મુમિનો જાગો. આ લૂંટારુઓ ને સામે અવાઝ ઉઠાવો. એમને પૂછો કે સમજાવ અમને કે તારો મીસાક ના લઉ તો તુને શું લેવા દેવા? અલ્લાહ ને જવાબ આપી દઈશ. આ લૂંટેરી દાવતે જમાત ને એમની પૈસા બનાવવાની ફેક્ટરી બનાવી છે. કરોડો રૂપિયા આ ફેક્ટરી માં બનાવે છે, એના આલીશાન બંગલા બનાવે છે, ઐશ આરામ કરે છે. મુમિનો ક્યાં સુધી આનો ઝુલ્મ લૂંટ સહન કરશો? |
| Next પરચો સોમવારે. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_12_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |