| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| બાવાસાબ, આ સવાલો ના જવાબ આપો. |
| મુમીનો, હમણાં સુધી અમે જે પરચા નિકાલેલા છે એનો મુદ્દો જાગૃતિ ગ્રુપ નક્કી કરતુ હતું. પણ અમને એક WhatsApp મેસેજ મળ્યો છે જેમાં એક ભાઈએ પરચા મુકવા માટેનો એક મુદ્દો આપેલો છે. |
| આ બહુ સારી વાત છે. જેવી રીતે કોમેન્ટ બોક્સ એક માધ્યમ તરીકે જાગૃતિ એ આપ્યું છે જેમાં મુમીનો પોતાના વિચારો મૂકે છે, એવી જ રીતે અમે પરચા ને પણ એમ માધ્યમ તરીકે બનાવવા માંગીયે છે. મુમીનો પાસે પરચા માટે મુદ્દા હોય પણ પરચા નીકાળી ના શકે. તો જાગૃતિ એમ કરવા માંગે છે કે મુમીનો મુદ્દા આપે અને જાગૃતિ પરચા નીકાળે. |
| જો તમને જાગૃતિ ને પરચા માટે નો મુદ્દો આપવો હોય તો તમે: |
| (૧) હુસેની ભાઈ ને આ નંબર પર WhatsApp કરો: +1 945-388-4309 |
| (૨) જાગૃતિ ને ઈમેલ કરો આ એડ્રેસ પર: alavibohrajagruti@gmail.com |
| એક ભાઈએ અમને ૪ સવાલ આપ્યા છે જે દાવત ને પૂછવાના છે. બાવાસાબ, જવાબ આપો. |
| (૧) પ્રતાપનગર ના કબ્રસ્તાન માં છેલ્લી કબર કોની છે અને ત્યાં જાવાનું બાવાસાબ ના કેમ કહે છે? |
| (૨) નાગોશીયા ફીરકો નાબૂદ થઇ ગયો છે તો એના દાઈ ની કબર પર ચાદર કોણ ચડાવે છે? |
| (૩) હકકૂન નફ્સ કયા આધારે નક્કી કરીને મુમીનો પાસે થી લો છો? |
| (૪) બાવાસાબ એના છોકરા ને જ કેમ ગાદી સોંપે છે? એના થી વધારે આલીમ તો એના કાકાજીઓ છે, તો એને કેમ ગાદી નથી સોંપતા? |
| બાવાસાબ, આ સવાલોના જવાબ આપો. ચૂપ રહેવાથી કામ નહિ ચાલે. હવે જમાત જાગૃત થઇ ગઈ છે અને એમના મનમાં ઘણા સવાલો છે. આ સવાલો ની સિલસિલો બંધ નહિ થાય. એટલે સવાલોના જવાબ આપો. કોમેન્ટ માં ના આપવા હોય તો એક પરચો નિકાળીને આપો. નહીતો અમે સવાલ પુછતાજ રહીશું. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_15_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |