અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
દાવત, તમને કર્ઝે હસના આપવીજ પડશે
દાવત તમે રમઝાન માં ૬૦ લાખ ની વાજેબાત ની લૂંટ કરી. એ ઉપરાંત, તમે લાખો ની ઝકાત ખાઈ ગયા જે તમને ગરીબો માં વહેંચવી જોઈતી હતી. ખાલી એક રમઝાન મહિના માં કરોડો તમારી તિજોરી માં જમા થઇ ગયા. તમારી તિજોરીઓ જમાત પાસે થી લૂંટેલી દૌલત થી છલકાઈ ગઈ. પણ તમારી જમાત માં ગરીબો છે, જરૂરતમંદો છે જેમને પૈસા ની સખ્ત ઝરૂરત છે. એ ગરીબો જરૂરતમંદો ઉમ્મીદ રાખીને બેસેલા છે કે તમે કરોડો ની લૂંટ માંથી થોડી મદદ કરો, કર્ઝે હસના આપો.
અગર તમે ભૂલી ગયા હોય કે કર્ઝે હસના શું છે તો આ દાઉદી ની વેબસાઈટ તમને સમઝાવશે, જુઓ નીચેની લિંક.
https://www.thedawoodibohras.com/burhani-qardan-hasana/
અગર તમને વેબસાઈટ ખોલવી પણ નથી તો અમે તમને સમઝાવીએ કે કર્ઝે હસના શું છે.
કર્ઝે હસના પ્રોગ્રામ એક પ્લેટફોર્મ છે જે મુમિનો ને વ્યાજ વગર ની લોન આપી ને મદદ અને ફાયદો કરે છે. આ વ્યાજ વગર ની લોન થી તમે:
(૧) નવો બીઝનેસ શરુ કરો
(૨) નવું ઘર ખરીદો
(૩) ઘર નું renovation (નવીનીકરણ) કરો
(૪) બીઝનેસ નો વધારો કરો
(૫) દીની ઈલ્મ હાસિલ કરો
(૬) ઝિયારત માટે જાઓ
(૭) દુકાન ખરીદો
(૮) દુનિયા નું ઈલ્મ હાસિલ કરો
દાવત હવે તો તમે સમઝી ગયા હશે કે તમારી લૂંટ માંથી જમાત ને કેટલો ફાયદો થઇ શકે. તમારી જમાત કેટલી તરક્કી કરી શકે. તમે ફક્ર થી દાઉદી દાવત સામે સર ઊંચું કરી શકો. તમે પણ તમારી વેબસાઈટ પર ગર્વ થી કર્ઝે હસના વિષે લખી શકો. તમારી કૌમ તરક્કી કરશે તો તમનેજ ફાયદો છે, ખુબ વાજેબાત આવશે. એટલે હવે દેર કર્યા વગર કર્ઝે હસના આપવાનું ચાલુ કરો. અમારા કોમેન્ટ બોક્સ માં લખીને લોકો ને કહો કે તમારી દેવડી પર આવીને કર્ઝે હસના લઇ જાય.
Next પરચો શુક્રવારે.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_9_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏