| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| દાવત, આ લોકો ના મીસાક લો. |
| દાવત લોકો પર ઝુલ્મ કરવામાં જરા પણ ખચકાતી નથી. વાંકા ચુકા કારણસર લોકો પર માફી માંગવાની અને મીસાક લેવાની ફરઝ પાડે છે. પણ જયારે એમની ફેમિલી ની કે એમના નઝદીક ના લોકો ની વાત આવે છે તો બધુજ માફ. |
| માઝૂન ની સાસુ તોહીદા ગરબા રમતી હતી અને જમાતે માંગ્યું હતું કે એની માફી લો અને જાહેર માં મીસાક લો. શું થયું? કઈ નઈ. |
| થોડા દિવસ પહેલા ઇબ્રાહિમ મેનેજર પર એક છોકરીએ આરોપ લગાવેલો કે દાવત ની ઓફિસે માં એને ખરાબ નઝર થી જોઈ અને એને સાથે બદસુલુકી કીધી. છોકરી નાસી ગઈ એટલે બચી ગઈ. જમાત માં બહુ ગુસ્સો હતો પણ દાવતે ઇબ્રાહિમ મેનેજર પર કોઈ પગલાં ના લીધા. |
| હવે આ ઇબ્રાહિમ મેનેજર નો છોકરો કાસિમલી બરોડાવાલા અને બબલીભાઈ શેરવાલા ઝીલકાદ મહિના ના છેલ્લા દિવસો માં અજમેર ગયા હતા. કોઈ મુમીન આવું કરે તો ઝાલિમ દાવત એ મુમીન પાસે થી મીસાક લે છે. તો હવે ઝાલિમ દાવત ને આ લોકો નો મીસાક લેવો જોઈએ અને વિડિઓ બનાવીને જમાત ને દેખાડવો જોઈએ. |
| ઝાલિમ દાવત, જમાત તમારા પાસે થી ૩ મીસાક માંગે છે (૧) તોહીદા પાસે થી ગરબા રમવા માટે (૨) ઇબ્રાહિમ મેનેજર પાસે થી છોકરી સાથે બદસુલુકી કરવા માટે (૩) ઇબ્રાહિમ મેનેજર ના છોકરા પાસે થી અજમેર જવા માટે. જ્યાં સુધી ઝાલિમ દાવત આ લોકો ના મીસાક નહિ લે અને એનો વિડિઓ જમાત ને નહિ દેખાડે ત્યાં સુધી જાગૃતિ પરચા માં પૂછ્યાજ કરશે અને દાવત ને ભૂલવા નહિ દે. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_15_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |