અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
જાગૃતિ બંધ થઇ જવું જોઈએ એના પર વોટિંગ નું પરિણામ
વોટિંગ નું પરિણામ જોવું હોય તો નીચેની લિંક ખોલો.
https://alavibohrajagruti.org/jagruti_vote_result.html
3 દિવસ માં 727 મુમિનોએ વોટિંગ કીધું અને આ શહેરો માંથી વોટિંગ થયેલું છે.
India: Vadodara, Ahmedabad, Mumbai, Surat, Wadala, Morbi, Bhuj, Gandhidham, Sihor, Nangarecha, Sisodra, Batwa, Parnera
America: Houston, New York
UK: London
Japan: Tokyo
Netherland: Amsterdam
વોટોનું વિભાજન આ મુજબ છે.
જાગૃતિ ગ્રુપ ચાલુ રહેવું જોઈએ = 679
જાગૃતિ ગ્રુપ બંધ થઇ જવું જોઈએ = 48
વોટિંગ નું પરિણામ સાફ દેખાડે છે કે જમાત ચાહે છે કે જાગૃતિ ગ્રુપ અને એના પરચા, કોમેન્ટ, વેબસાઈટ, વિગેરે ચાલુ રહેવા જોઈએ. જાગૃતિ ગ્રુપ જમાત નો શુક્રિયા અદા કરે છે કે તમે અમારા પર વિશ્વાશ મુકો. અમે જે દાવત સામે લડત આપી રહ્યા છે એ અમારી કોઈ જાતી લડાઈ નથી. અમે કૌમ માટે જ લડી રહ્યા છે. હમણાં એમ લાગે છે કે જાગૃતિ થી દાવત ને કોઈ ફરક નથી પડતો પણ અપને લડતા રહેવું પડશે અને એક દિવસ એવો પણ આવશે કે દાવત ના ઝુલ્મ અને લૂંટ તદ્દન બંધ થઇ જાશે. અમે અમારા પોતાના પૈસા ખર્ચીએ છે, મહેનત કરીયે છે, સમય આપીયે છે અને અમને જમાત પાસે થી કઈ નથી જોઈતું. બસ અમારા પરચા ને ફોરવર્ડ કરો અને કોમેન્ટ બોક્સ નો ઉપયોગ કરો. દાવત ના ઝુલ્મ અને લૂંટ સામે અવાઝ ઉઠાવો.
Next પરચો મંગળવારે.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_9_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏