અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
આ repeat પરચો છે કેમ કે આ મુદ્દો બહુ અગત્યનો છે અને મુમિનો ના ઝહન માં રહેવો જોઈએ. એકવાર વાંચી ને ભૂલી જવાય પણ ઘડી ઘડી વાંચવા થી મગજ ના અંદર સુધી પહોંચી જાય અને કદી પણ ના ભુલાય.
દાવત ની વાજેબાત એક મોટી લૂંટ છે
મુમિનો, દાવત જમાત પાસે થી વાજેબાત માંગે છે. તો પહેલે સમજીયે શબ્દ "વાજેબાત" . આ શબ્દ ક્યાં થી આવો? વાજીબ પર થી. વાજીબ ઈટલે ફરઝ. જેમકે અપને પર નમાઝ, રોઝા, ઝકાત, વિગેરે વાજીબ છે, એટલે અલ્લાહ એ અપને પર ફરઝ કીધેલા છે. કોઈ પણ દિન ની ચીઝ, સિર્ફ અલ્લાહ અપને પર ફરઝ કરી શકે. દાવત ને કોઈ હક નથી કોઈ પણ ચીઝ અપને પર ફરઝ કરી શકે. તો આ "વાજેબાત" ક્યાં થી આવી? આ તદ્દન ઉપજાવેલી છે, પૈસા લૂંટવા માટે.
દાવત કહેશે કે જમાત પર દાવત ને પૈસા આપવા વાજીબ (ફરઝ) છે એટલે આ "વાજેબાત". પણ પૈસા શુકામ આપવાના? દાવત જમાત માટે શું કરે છે? આવો ડિટેલ માં જોઈએ.
(૧) નમાઝ પડાવે છે. એતો કોઈ પણ મોલવી મુસલમાન ની મસ્જિદ માં નમાઝ પડાવે છે અને એને મહિના નો પગાર મળે છે. તો અપને પણ દાવત માટે મહિના નો પગાર નક્કી કરી લઈએ, મહિનાના ૧૦૦૦૦ રૂપિયા નમાઝ પડાવવાના.
(૨) વાએઝ કરે છે. આખી દુનિયા માં શિયા મૌલાના ફ્રી માં વાએઝ કરે છે. ઇમામ હુસૈન (AS) ની અઝાદારી ના પૈસા હોય? જે પૈસા લે એ શિયા જ ના કહેવાય.
(૩) બીજા બધા કામો કરે છે. પણ એની તો અલગ અલગ લૂંટ હોય છે. શાદી ની લૂંટ અલગ, મય્યત ની લૂંટ અલગ, મીસાક ની લૂંટ અલગ, પગલાં ની લૂંટ અલગ, ઝીયારત ની લૂંટ અલગ, વિગેરે.
એટલે મુમિનો તમે જોઈ શકો છો કે વાજેબાત માં ખાલી નમાઝ પડાવવાનો પગાર જ આવે. બીજું બધું લૂંટ છે, દાવત ની હરામ ની કમાઈ છે.
૪૪ પહેલા ના દોઆતો ક્યાં લેતા હતા વાજેબાત? કેમ કે અલ્લાહ તઆલા સી ડરતા હતા.
એટલેજ ફક્ત દેવડી મુબારક જ હતી આગળ ના દાઈ ઓ ની. કોઈ દારૂસસલામ, મિસ્કાત કે સ્કાય લાઇન માં ફ્લેટો, નેશનલ વાલા ના એપાર્ટમેન્ટ માં આખો ફ્લોર, બાગે અલી માં આખો ફ્લોર વિગેરે મિલકતો નહોતી પહેલા ના દાઈ ઓ પાસે. એટલે આ ૪૫ ની તમામ મિલકતો નું કોમન નામ દાવત ની વાજેબાત વિલા છે.
મુમિનો, આ વાજેબાત ની લૂંટ નો સખત વિરોધ કરો. વાજેબાત આપવા ના જાવ. બતાવી દો આ ઝાલિમ લૂંટેરી દાવત ને કે હવે હરામ ની કમાઈ ખાવાનો સમય ગયો. મહેનત કરીને ખાવ જેવી રીતે આમ મુમીન કરે છે.
Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે જુમેરાતે, સવાર માં.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_6_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏