| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| કરબલા ની ઝિયારત માટે દાવત ની રઝા એક લૂંટ છે |
| દાવત જમાત પાસે થી પૈસા લૂંટવા માટે નવી નવી તરકીબો શોધે છે. એટલે દાવત કહે છે કે કરબલા ની ઝિયારત માટે દાઈ ની રઝા જરૂરી છે નહીતો ઝિયારત કબૂલ ના થાય. આ તદ્દન બોગસ ગળા ને નીચે ના ઉતરે એવી વાત છે જેનો ઉલ્લેખ કોઈ કિતાબ માં નથી. |
| જો કરબલા ની ઝિયારત માટે દાઈ ની રઝા જરૂરી હોય તો પછી બીજી હર એક ઝિયારત માટે પણ રઝા જરૂરી હોવી જોઈએ જેમ કે આ ઝિયારતો. |
| (૧) ગલિયાકોટ ની ઝિયારત |
| (૨) અમદાવાદ માં સૈયેદના અલી અને સૈયેદના બદરુદ્દીન સાહેબ ની ઝિયારત |
| (૩) સુરત માં સૈયેદના નુરુદ્દીન સાહેબ ની ઝિયારત |
| (૪) મકબારા ના દાઈઓ ની ઝિયારત |
| (૫) કબ્રસ્તાન માં દાઈઓ ની ઝિયારત |
| મુમિનો, દાવત ની આ લૂંટ ને બંધ કરવા માટે અપને કડક પગલા લેવા પડે. તો તમે જયારે પણ ઉપર લખેલી ઝિયારત માટે જાવ તો પહેલે દાવત ની રઝા જરૂર લેજો. યાદ રાખજો, વાત ખાલી રઝા લેવાની છે. કોઈ પૈસા થી સલામ ની જરૂર નથી. તમે ખાલી હાથે પૈસા વગર સલામ કરજો. |
| તમારે દેવડી પર જવાનું અને કહેવાનું કે મને મકબારા ની ઝિયારત કરવા જવું છે એટલે દાઈ ની રઝા લેવા આવેલો છો. આકા મૌલા, આપની રઝા છે? આવીજ રીતે જયારે તમે અમદાવાદ, સુરત કે ગલિયાકોટ જાવ તો દાઈ ની રઝા લેવા જરૂર જજો. કબ્રસ્તાન માં પણ દાઈઓ ની ઝિયારત માટે જાવ તો રઝા જરૂર લેજો. |
| આ દાવત ને તમે પૂછશો કે કઈ કિતાબ માં લખેલું છે તો જવાબ નહિ આપે. એકદમ નફ્ફટ છે. પૈસા લૂંટવા ગમે તે કરશે. તો અપને પણ હવે દાવત ને સીધા રસ્તા પર લાવવા માટે નવા રસ્તા અપનાવવા પડશે. |
| જો અપને આ રઝા લેવાનું ચાલુ કરશું તો રોજ ના ૪૦-૫૦ લોકો દેવડી પર જાશે. દાવત એટલી કંટાળી જાશે કે પછી કહી દેશે કે કરબલા ની ઝિયારત માટે દાવત ની રઝા જરૂરી નથી. અપને આ હાંસિલ કરવાનું છે એટલે મુમિનો અમારો સાથ આપો. રોજ ૪૦-૫૦ લોકો દેવડી પર રઝા લેવા જાવ. |
| Next પરચો બુધવારે સવારે. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_7_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |