| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| દાવત તમારી પોતાની ઝકાત કોને આપો છો? |
| હમણાં સુધી અપને એમજ ચર્ચા કરતા હતા કે દાવત જે ઝકાત મુમિનો પાસે થી ઉઘરાવે છે તે ગરીબો સુધી પહોંચતી નથી. |
| પણ બીજો પણ એક ઝકાત નો મુદ્દો છે. દાવત ની પોતાની ઝકાત. અલ્લાહ એ હર એક મુસ્લિમ પર ઝકાત ફરઝ કીધેલી છે એમાં દાઈ અને દાવત વાલા પણ આવી જાય. દાવત પાસે ના રોકડા, દાગીના, મિલ્કતો, બીજા ઇન્વેસ્ટમેન્ટ નો હિસાબ લગાવીએ તો ૪૦ કરોડ રૂપિયા હશે. એની ૨.૫% ઝકાત નીકાળે તો ૧ કરોડ ની ઝકાત થાય . આ ઝકાત જમાત ના ગરીબો માં વહેંચે તો અપની જમાત માં કોઈ ગરીબ રહેજ નહિ. |
| તો દાવત જવાબ આપો. તમારી પોતાની કેટલી ઝકાત તમે ગરીબો માં વહેંચો છો? તમારી હરામ ની કમાઈ ને ઝકાત આપી ને હલાલ કરો. શું આ હરામ ની કમાઈ તમે કબર માં લઇ જશો? અલ્લાહ ને શું મોહ દેખાડશો? અખેરાત માં તમારું શું થશે એતો અલ્લાહ જ જાણે પણ ઝકાત ની ચોરી કરનાર નીચલી જહન્નમ માં બળશે એ હકીકત છે. |
| Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે સોમવારે સવાર માં. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_4_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |