અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
દાવત, તમારી કરોડો ની આવક નો હિસાબ આપો
દાવત મુમિનો પાસે થી લાખો રૂપિયા લૂંટી જાય છે અલગ અલગ બહાને થી જેમ કે શાદી, મય્યત, ઘર ના પગલાં, ઝિયારત ટૂર અને સલામ, મીસાક, મજલિસ, મરહુમો ના ફાતેહા વિગેરે. તો આ પૈસા જમાત ના કયા કામો માં ખર્ચે છે? એનો હિસાબ આપો.
દાવત, આ જમાત કઈ તમારી પૈસા કમાવવાની ફેક્ટરી નથી. જમાત માં ઝિંદા ઈન્સાનો છે જે કડી મહેનત કરી ને, પસીનો બહાવીને, પોતાના ઘરબાર થી દૂર રહીને પોતાની ફેમિલી માટે રોઝી કમાય છે તેમાંથી તમે લૂંટી જાવ છો. તમને હરામ ની ખાવાની આદત પડી ગઈ છે. બહાર નીકળો અને એક રૂપિયો કમાઈ બતાવો. તો ખબર પડશે કે પૈસા કેમ કમાવાય છે. પણ હવે જમાત તમારા પાસે થી હિસાબ માંગશે.
દાઉદી દાવત ને જુઓ, હમણાં સુધી ૭૮૬ કરોડ ની કર્ઝે હસના આપી છે અને તમે એક રૂપિયો પણ નથી આપ્યો. દાઉદી દાવત જમાત માટે સ્કૂલ, હોસ્પિટલ, મઝારો, બીજી ઘણી સગવડો આપે છે. પણ તમે પૈસા લૂંટી ને ખાલી મિલ્કતો લીધી, તિજોરીઓ ભરી, ઐશ-આરામ ની ઝીંદગી જીવી અને અપના મુમિનો દેવા માં ડૂબેલા હર વક્ત મુશિકીલો નો સામનો કરી રહ્યા છે. કેટલી બેશરમ ઝુલ્મી લુટેરૂ લાલચી સ્વાર્થી દાવત છે આ, જેને જમાત ની કઈ પડીજ નથી.
કઈ નહીં, જો મોમીનો ની નથી પડી પણ અલ્લાહ તઆલા નો તો ખોફ રાખો. અલ્લાહ તઆલા ને હાઝીરો નાઝિર ગિની તેની ગવાહી માં એક વાર બસ એક વાર એલાન કરો કે દાવત જે તે શાદી, મય્યત, ઘર ના પગલાં, ઝિયારત ટૂર અને સલામ, મીસાક, મજલિસ, મરહુમો ના ફાતેહા ના જબરજસતી થી જે પૈસા લે છે તે શરિયત સી જાઈઝ છે.
નહી તો હવે બહુ થયું. જમાત દાવત પાસે થી હિસાબ માંગે છે. જણાવો છેલ્લા ૧૨ મહિના માં કેટલી આવક થઇ અને એમાં થી કેટલી જમાત ને પાછી આપી, કઈ રીતે. જવાબ ના આપી શકો તો હવે થી લૂંટ બંધ.
Next પરચો જુમેરાતે.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_10_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏