અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
દાવત પોતાની ઝકાત ના આપે તો નમાઝ ના પડાવી શકે
મુમિનો, અમે એક પરચા માં બતાવેલું કે દાવત પાસે એટલી મિલકત છે કે એમની પોતાની લગભગ ૧ કરોડ ની ઝકાત થાય જે એમને અલવી જમાત ના ગરીબો ને આપી દેવી જોઈએ. પણ અપને જાણીએ છે કે દાવત પોતાની ઝકાત નથી આપતી નહીતો જમાત માં કોઈ ગરીબ જ ના હોય.
તો હવે એક મોટો સવાલ ઉભો થયો છે. જો દાવત પોતાની ઝકાત ના આપે તો ઇમામત ની નમાઝ પડાવી શકે? આવો આને સમજીયે.
દાએમૂલ ઇસ્લામ માં જે લખેલું છે અને ફાતેમી દાવત ની પરંપરા મુજબ, જે શક્શ ઇમામત ની નમાઝ પઢાવે એ શક્શ ઇસ્લામ ના ૭ થાંભલાઓ (Seven Pillars of Islam) નો ચુસ્ત પણે પાલન કરતો હોવો જોઈએ. એમાંથી એક થાંભલો ઝકાત છે. ઝકાત અલ્લાહ ના ફરઝો માંથી એક છે અને જે શક્શ ઝકાત ના આપે એને અલ્લાહ ના ફરમાન ને ઠુકરાવ્યું અને ઇસ્લામ ને છોડી દીધુ કેવાય. એ શક્શ કાફીર થઇ ગયો કેવાય. તો શું કાફીર નમાઝ પડાવી શકે?
ના, ના પડાવી શકે. મુમિનો, તમે દુનિયા ની કોઈ પણ કિતાબ જોઈ લો, જે શક્શ ઝકાત ના આપે એ મુસલમાન ના કહેવાય. તો આ દાવત તો પોતાની ઝકાત આપતી જ નથી એટલે આ દાવત વાલા મુસલમાન જ ના કહેવાય અને એટલે ઇમામત ની નમાઝ ના પડાવી શકે અને નમાઝ પડાવે તો એમને પાછળ નમાઝ પાડવા વાલા ની નમાઝ જાયઝ ના હોય.
આ બહુ મહત્વ નો મુદ્દો છે અને મુમિનો અપને દાવત પાસે થી જવાબ જોઈએ. ચોખ્ખો સવાલ છે કે તમે પોતાની ઝકાત જમાત માં આપો છો? હા કે ના? જો ના, તો કોઈ પણ દાવત વાલા જેમ કે બાવાસાબ, માઝૂન, નુરુદ્દીન, ડૉક્ટર કે કોઈ પણ, ઇમામત ની નમાઝ ના પડાવી શકે. અને જો આ જાણવા છતાં પણ પડાવે તો મુમિનો ની જે નમાઝ ગઈ એના જવાબદાર આ દાવત વાલા જ થશે. તો દાવત, જવાબ આપો.
Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે મંગળવારે, સવાર માં.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_5_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏