| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| ઉમરા ની ટૂર માં દાવત ની ચોરી, છેતરપિંડી, ધોખેબાજી |
| મુમિનો, તમે કોઈ પણ જગ્યા વસ્તુ ખરીદવા જાવ છો તો દુકાનદાર કહેશે કે આ વસ્તુ છે અને આના એટલા રૂપિયા. તમે કોઈ સર્વિસ ખરીદવા જાવ છો જેમ કે ડૉક્ટર પાસે સારવાર તો ડૉક્ટર તમને કહેશે કેટલા રૂપિયા થશે અને એ પણ કહેશે કે કઈ સર્વિસ આપશે. આને કેવાય ઈમાનદારી નો ધંધો. |
| દાવત ની ઉમરા ટૂર માં દાવત અને એનો ભાગીદાર ટૂર વાળો, બંને જણા ચોરી, છેતરપિંડી, અને ધોખેબાજી કરે છે. આવો સમજીયે. |
| ટૂર વાળો ટુર ના કેટલા રૂપિયા થશે એ કહે છે પણ એ નથી કહેતો કે દાવત નું આમાં ૧૦૦૦૦ રૂપિયા નું કમિશન છે. આ છુપાડવુ ચોરી છે, છેતરપિંડી છે. ટૂર વાલા ને ચોખ્ખા શબ્દો માં કહેવું જોઈએ કે મને એટલા રૂપિયા મળશે અને દાવત નું કમિશન આ છે. પછી મુમીન ની મરજી ટૂર માં જવું કે નહિ. પણ કમિશન છુપાડવુ ચોરી છે, ધોખેબાજી છે. |
| બીજું, દાવત હર એક મુમીન પાસે થી રઝા ના અલગ ૩૦૦૦ રૂપિયા લે છે તો આ ૧૦૦૦૦ રૂપિયા નું કમિશન ખુલ્લી લૂંટ અને ચોરી છે. દાવત ને શું કામ કમિશન હોય? જમાત ને હર રોજ તો લૂંટે છે, તો અલ્લાહ ના ઘર ની ઝિયારત માં પણ લૂંટ? આ બહુ મોટો ગુનો છે. |
| ત્રીજું, દાવત ૩૦૦૦ રૂપિયા લે છે કેમ કે સર્વિસ આપશે. તો શું ઈમાનદારી થી કહે છે કઈ સર્વિસ આપશે? શું એ કહે છે કે મક્કા ના ૭ દિવસ માં નમાઝો હોટેલ માં પડાવશે હરમ શરીફ માં નહિ અને મુમીન ૮૪ લાખ નમાઝ નો સવાબ ગુમાવશે? દાવત ને ચોખા શબ્દો માં કહેવું જોઈએ કઈ સર્વિસ આપશો આ ૩૦૦૦ રૂપિયા સામે. |
| મુમિનો, તમે જોઈ શકો છો કે આ દાવત ની ટૂર માં દાવત અને ટૂર વાળો ખુલ્લી ચોરી, છેતરપિંડી, ધોખેબાજી કરે છે. આ ગુનાહ છે અને જે મુમીન આ ટૂર માં જશે એ આ ગુનાહો નો સાથ આપશે, એટલે એ મુમીન પણ ગુનેગાર થયો. મુમિનો, તમે અલ્લાહ ના ઘરે સવાબ કમાવા જાવ છો, ગુનાહ કમાવા નથી. દૂર થઇ જાવ આ ગુનાહો થી, બોયકોટ કરો દાવત ની ચોરી, છેતરપિંડી, ધોખેબાજી વળી ટૂર ને. |
| Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે શનિવારે, સવાર માં. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_7_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |