| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| દાવત, જમાત ને જવાબ આપો કે તમે ૫૦ થી ૭૫ કરોડ ની મિલકતો ના માલિક કેવી રીતે થઈ ગયા? |
| આજ થી આશરે ૫૦ વર્ષ પહેલા દાવત ની મિલકતો નું ધ્યાન કરીએ તો એક દેવડી મુબારક જ હતી. પછી આ પાંચ દાયકા માં દાવત ને કયા બિઝનેસ માં એટલી આવક થઇ કે આશરે ૫૦ થી ૭૫ કરોડ ની મિલકતો ના માલિક થઈ ગયા? રોકડા જે આબુ માં ને બીજી જગ્યા એ કાળા નાણા મુકેલા છે તે અલગ. |
| ભોળા ભલા વોહરા ઓ, તમે તમારા પાછલા ૫૦ વર્ષ નો હિસાબ મૂકો કેટલી મિલકત વસાવી? કેટલા કરોડો રોકડ ને કેટલા કિલો સોનું ભેગું કરી શક્યા? આ બધું જે દાવત પાસે છે તે આપણું જ છે અને દાવતે એના બદલા માં આપણે શું આપ્યું? શું પહેલા ના દાઈ ઓ કરતા આ દાઈ વધુ પરહેઝગાર છે? શું આપણા બાપ દાદા કરતા આપણે વધારે આલીમો છે? શું આપણે આ દાવતે આલીમો બનાવી દીધા? |
| આપણા મરહુમો અમદાવાદ માં સૈયદના અલી (આ કુ) ની અસલ કબર ની ઝિયારત કરી શકતા હતા કે નહી? આપણે કરી શકીએ છે? કેમ નહી? કોના લીધે નથી કરી શકતા? |
| આપણા બૂઝરૂગો હજ પર જતા તો કોઈ tax આપતા હતા? તો હવે કેમ? ઓ ભાઈઓ જેની ઉમર ૫૦+ છે તે સોચો તમારો મિસાક થયો તો કેટલા સલામ આપેલો? કોઈ રકમ ફિક્સ હતી કે મરજી માં આવે તેટલો સલામ કરી ચાલ્યા જવાનું? તો હવે મોટી મોટી રકમની માંગણી કેમ? શું આપણે લલ્લુ સમજે છે? |
| આ દાવત થી આપણે બધું ગુમાવ્યું કે બહુ મેળવ્યું? તેમ છતાં સરકાર કરતા વધુ tax આ દાવત કેમ વસૂલે છે? |
| હવે દિમાગ નો ઉપયોગ કરવા નો સમય આવી ગયો છે. સોચો. હિંમત કરો. દાવત ને સામે થી સવાલ કરો. આ પૈસા શેના? કઈ કિતાબ માં છે? હમારી ઓલાદ નો જે દોલત પર હક છે તે તમારી ઓલાદ ને શું કામ આપીયે? હમારી ઓલાદ મહેનત થી કમાય છે, તમારી ઓલાદ શું કામ એશો આરામ કરે? |
| Next પરચો બુધવારે. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_14_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |