અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
મુમિનો, ઝકાત તમે જાતે ગરીબો ને આપો.
મુમિનો, તમને બધા ને ખબર છે ઝકાત નું મહત્વ શું છે. અલ્લાહ ના અહેમ ફરમાનો માં થી એક છે. ઝકાત અલ્લાહ ની એ દેન છે જે અમીરો ને પોતાની દૌલત ને પાક કરવાનો મોકો આપે છે અને ગરીબો માટે એક ઝરીયો છે જેના દ્વારા એમની તકલીફો માં આસાની થાય છે. ઝકાત થી આમિર ગરીબ વચ્ચે ભાઈચારો થાય છે, સામાજિક ન્યાય થાય છે, ગુનાહો ની બક્ષીશ થાય છે, ઈબાદતો કાબુલ થાય છે, અલ્લાહ ખુશ થાય છે અને અલ્લાહ ની નઝદીકી હાસિલ થાય છે.
આમા સૌથી મહત્વ નું એ છે કે ગરીબો સુધી ઝકાત પહોંચવી જોઈએ. અપને બધા આ દાઈ અને દાવત પર વિશ્વાસ રાખીને અપની ઝકાત એમને આપીયે છે અને અપને એમજ માનીયે છે કે દાવત આ ઝકાત માંથી એક રૂપિયો પણ નહિ ખાઈ જાય અને ગરીબો માં વેંચી દેશે.
પણ અફસોસ, બધા ને ખબર છે કે આ બનતું નથી. મુમિનો એ પાક ઈરાદા થી આપેલી ઝકાત દાવત ની તિજોરીઓ માં બંધ થઇ જાય છે અને ગરીબો ને એમનો હક નથી મળતો.
તો મુમિનો, તમારી ઝકાત ને દાવત ના હાથ માં ના આપો. તમે જાતે ઝકાત ને વેંચી દો. તમારી ઝકાત ગરીબો ને મળશે તો એનો સવાબ તમને મળશે, તમારા રોઝા નમાજ કાબુલ થાશે. તો આ ઝકાત નો મુદ્દો તમારા હાથ માં લઈલો, દાવત ને છોડી દો અને અલ્લાહ ના ફરમાન મુજબ જાતે ઝકાત વેંચી દો.
Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે ગુરુવારે, સવાર માં.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_4_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏