| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| જાગૃતિ ના કોમેન્ટ બોક્સ નો ખુબ ઉપયોગ કરો |
| મુમિનો, જાગૃતિ એ દાવત ના ગલત કામો નો વિરોધ પરચા થી ચાલુ કર્યો. ધીમે ધીમે પરચા લોકપ્રિય થયા અને જમાત ના હર એક ઘર સુધી પહોંચતા થયા. પણ આમાં એક પ્રોબ્લેમ હતો. પરચા one-way traffic જેવા હતા. જાગૃતિ જે કહે તે મુમિનો વાંચે. પણ મુમિનો ને જે કહેવું હોય એનું શું? મુમિનો તો પરચા ના નીકાળી શકે. એટલે જન્મ થયો કોમેન્ટ બોક્સ નો. |
| જયારે અમે કોમેન્ટ બોક્સ બનાવવાનું વિચાર્યું તો સૌથી પહેલા એ ખ્યાલ આવ્યો કે એવું બનાવીએ કે મુમિનો દિલ ખોલીને લખી શકે પણ કોઈને પણ ખબર ના પડે કે આ લખનાર કોણ છે. |
| અમે જોયું કે WhatsApp, Facebook, Twitter (X), વિગેરે સોશ્યિલ મીડિયા ની સાઈટ માં ફોન નંબર આપવો પડે અને પછીજ તમે કઈ પોસ્ટ કરી શકો. એનો મતલબ એ કે પોસ્ટ કરવા વાળા ની ઓળખાણ બધાને થઇ જાય. આના કારણે લોકો બહુ સોચી સમઝીને પોસ્ટ મૂકે છે. |
| પણ અમારે આવું નહોતું જોયતું. અમને તો લોકો ની દિલ ની વાત જાણવી હતી. એટલે અમે નક્કી કર્યું કે કોમેન્ટ બોક્સ માટે ફોન નંબર, નામ વિગેરે, ની કોઈ જરૂર ના હોવી જોઈએ. કોમેન્ટ બોક્સ માં જે લખાય છે તે, સિર્ફ એજ અને એજ, બીજું કશુંજ કોઈ પણ જગ્યાએ save ના થવું જોઈએ જેથી કરીને કદી પણ લખનાર ની ઓળખાણ થાયજ નહિ. |
| અમે બહુ મહેનત કરીને આ કોમેન્ટ બોક્સ નો પ્રોગ્રામ બનાવ્યો છે જે દુનિયા નો કોઈ પણ કમ્પ્યુટર નો એક્સપર્ટ પણ એને તોડી ના શકે અને કોમેન્ટ લખનાર ની પહેચાન ના થાય, એ અશક્ય છે. એટલો safe અને secure પ્રોગ્રામ તમને દુનિયા માં કોઈ જગ્યા એ જોવા નહિ મળે. એટલે એનો ખુબ ઉપયોગ કરો. |
| હવે સમજીયે કોમેન્ટ બોક્સ નો ફાયદો. આ અલવી જમાત ને કરીબ લાવે છે. એક મુમીન ના મનમાં કોઈ વિચાર હોય જે એ કોમેન્ટ બોક્સ માં લખે અને આખી જમાત વાંચે. એના પરથી બીજા ના મનમાં કોઈ વિચાર આવે અને એ જણાવે. એમ કરતા કરતા આખી જમાત ની મન ની વાતો એક બીજા જાણી શકે. કોઈ તકલીફ હોય તો એનો નિકાલ પણ આવી શકે. તમે વિચારો, આ કેટલું મહત્વનું માધ્યમ (પ્લેટફોર્મ) છે, એક બીજા ને જોડવાનું. |
| એટલે અમે વિનંતી કરીએ છે કે મહેરબાની કરીને આ એટલા મહત્વના માધ્યમ (પ્લેટફોર્મ) નો ખુબ ઉપયોગ કરો. કોમેન્ટ લખો અને વાંચો. આપ નો ખુબ આભાર. પાછા કહીયે છે કે આ ૧૦૦% safe અને secure છે જેમાં કોમેન્ટ લખનાર ની કોઈ પણ પહેચાન શક્ય જ નથી. દિલ ખોલીને લખો અને વાંચો. |
| Next પરચો મંગળવારે. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_10_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |