અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
ઝુલ વોહરા જમાત પર વોટિંગ
મુમિનો, આજકાલ અપની જમાત માં એક નવો મુદ્દો ખુબ ચર્ચા માં છે, "ઝુલ વોહરા જમાત". એક નવી જમાત જેના દાઈ હશે ડૉક્ટર ઝુલકરનૈન.
આ મુદ્દો કોએ ચાલુ કર્યો છે એ ખબર નથી. હશે કોઈ લોકો જે ડૉક્ટર ઝુલકરનૈન ના ચાહવા વાલા હશે. એમને પૂર જોશ થી આ મુદ્દા ને આગળ લઇ જવા માટે પિક્ચર બનાવીને અમને ઈમેલ માં મોકલ્યા છે અને ઇલતીજા કરી કે એક વેબપેજ બનાવો. અમે એમની ઇલતીજા ને કબૂલ કરી ને અમારી વેબસાઈટ પર એક પેજ મૂક્યું છે જેની લિંક નીચે છે.
https://alavibohrajagruti.org/zul_vohra.html
એટલું તો બધા સમજી શકે છે કે આ મુદ્દો ચાલુ કરવા પાછળ કારણ શું છે. આ દાવત ના ઝુલ્મ અને લૂંટ થી લોકો ત્રાસી ગયા છે. એમાં થી બહાર નીકળવાનો રસ્તો ઢૂંઢે છે. ત્યારે લોકો ની નજર ડૉક્ટર ઝુલકરનૈન પર જાય છે કેમ કે એ પણ દાઈ ના શહેઝાદા છે, એમના સ્વભાવ થી લોકો ઘણા ખુશ છે, તેઓ આલીમ પણ છે અને બધી રીતે દાઈ બનવાને લાયક છે. આજ કારણ હશે કે આ નવી ચર્ચા ચાલુ થઇ છે.
જાગૃતિ પાસે વોટિંગ જેવો કામયાબ રસ્તો છે જે લોકો ના દિમાગ માં શું ચાલી રહ્યું છે તે જાણવા માં ખુબ મદદ કરે છે. તો અમે આ વોટિંગ નો ફરી ઉપયોગ કરી ને જોવા માંગીયે છે કે આ ઝુલ વોહરા જમાત ના મુદ્દા માં કેટલો દમ છે. એટલે નીચેની લિંક ક્લિક કરીને તમારો વોટ આપો. જયારે તમે વોટ આપશો ત્યારે અમને કયા શહેર માંથી અને કેટલા વાગે વોટિંગ થયું એ માહિતી મળશે. તમારું નામ, ફોન નંબર કે બીજી કોઈ પણ માહિતી અમને નહિ મળે. જો તમને શહેર નું નામ જાહેર થાય એના માટે વાંધો હોય તો મહેરબાની કરીને વોટિંગ ના કરશો.
https://alavibohrajagruti.org/zul_vohra_vote.html
Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે શુક્રવારે, સવાર માં વોટિંગ ના પરિણામ સાથે.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_6_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏