| દાવત ખુલાસો કરે. આજ કાલ અમદાવાદ ના જૂના મુસાફિર ખાના વાલી જગ્યા માં દાઉદી ઓ ની અવર જ્વર બહુ જ વધી ગઈ છે. |
| બાવાસાબ દાવત ઘર ના સાહેબો ને લઈ ને એકાએક મુંબઈ ગયેલા અને દાઉદી ઓ ના મૌલા ની મુલાકાત કરેલી. આ મુલાકાત માં શું ચર્ચા થઈ? ખાસ તે આ બાબત જાણવા નો જમાત ને હક છે કે સૈયદના અલી આ કુ ની તુરબત માટે કોઈ વાત કરી? અમદાવાદ ના સૈયદના બદરુદ્દીન સાહબ આ કુ ના મઝાર માટે કોઇ વાત થઈ? થઈ તો સામે પક્ષે પ્રતિસાદ શું હતો? |
| જો નથી થઈ તો પછી મુંબઈ તમારા પોતાના સ્વાર્થ માટે જ ગયેલા? જો એમ હોય તો એ વાત સાબિત થઈ ગઈ કે દાવત ને સૈયદના અલી આ કુ ની કબર મુબારક પાછી બને તે બાબતે કોઈ દિલચસ્પી નથી અને સૈયદના બદરુદ્દીન સાહબ આ કુ ના મઝાર ના મામલા માં ભી કોઈ ફિકર દાવત ને નથી. આ બધી બાબતો ની જમાત માં ચર્ચા છે. જો કે આ બધી બાબતો ની જાણકારી આપવા ની દાવત ની ફરજ છે. |
| પણ હમણાં ફૂલ બહાર માં ખીલી ઊઠેલી શાદી ની મોસમ માં કમાણી કરી લેવા ના મૂડ માં છે દાવત એટલે જમાત ને અંધારા માં રાખી રહ્યા છે. બસ માલ ખેંચો જમો જમો ને જમો તે સિવાય કઈ સૂઝતું જ નથી. પણ આ જાગૃતિ ગ્રુપ બન્યું જ એ માટે છે કે દાવત ઊંઘ્યા ના કરે. પોતાની ફરજો અદા કરે. દાવત ને કોઈ હક નથી છતાં મારો હક કહી નાહક નો હક માંગવા તરત તૈયાર પણ જમાત ને જે જાણવા નો હક છે તે અદા કરવામાં દાવત આનાકાની કેમ કરી શકે? |
| મોમીનો આપણી ભી ફરજ છે કે દાવત ને એકદમ માથે ના ચઢાવી દઈએ. નહી તો આજ દાવત માથા પર હથોડા મારી મારી ને માથું ફોડી મારી નાખશે ને પછી હક્કુન નફસ માંગશે. એટલે દાવત માટે તો આ જમાત હાથી જેવી છે. જીવે તો લાખનો કે જે સવારી કરવા ને સરકસ જેવા કરતબ કરાવી કમાણી કરવા માટે કામ માં આવે, ને મરે તો કરોડ નો કિમી કે હાથી ના દાંત કરોડો માં વેચાય એટલે આપણા દાંત તે હક્કુન નફસ જે મરા પછી હાથી ના દાંત ની જેમ ખેંચી ને લઈ લેવા માં આવે છે. |
| તો દાવત જવાબ આપે હમે કરેલા સવાલો ના. મોમીનો ને હાથી ગણવા નું દાવત બંધ કરે અને તેના પર સવાર થઈ પોતે મોમીનો ના ભોગે રાજા બની રાજાશાહી ઝાડવા નું છોડી દે. દાઇ છો તો દાઇ બની ને જ રહો. દાવત ને પૈસા કમાવવાની ઇન્ડસ્ટ્રી ના સમજો. હમારી વાત સમજો તો સારું નહીં તો આ જમાત ના વધુ ને વધુ ટુકડા થતા જ જશે. જે માટે એકલી દાવત જ જવાબદાર છે ને રહેશે. |