બધી કોમેન્ટ બધા પરચાઓ
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
બાવાસાબ, નાસિર ભાઈસાહેબ ને કહો ઓડિયો ની વાત પોલીસ ને કહે
બાવાસાબ, તમને અને આખી દાવત ને એ વાત ની ખબર છે કે હમિદ ચોકલેટ એ તમને બ્લેકમેલ કીધેલા કે ઓડિયો પબ્લિક કરી દઈશ. હમિદ ચોકલેટ એ આ ઓડિયો નાસિર ભાઈસાહેબ અને યાહ્યા અલી ભાઈસાહેબ ને સમલાવેલા. જયારે પોલીસે નાસિર ભાઈસાહેબ ને પૂછ્યું ત્યારે એને ના કહી દીધી. અમને લાગે છે કે એ તમારા આદેશ થી ના કીધું હશે અને તમે એમ આદેશ એટલે આપ્યો હશે કે શાદી ના ટાઈમ માં કોઈ બબાલ ના થાય.
પણ હવે શાદી પતી ગઈ છે. હમિદ ચોકલેટ પાસે એ ઓડિયો છે અને એ બધાને ખુલ્લા માં કહે છે કે ઓડિયો એ ડીલીટ નહિ કરે અને પાછો બ્લેકમેલ કરશે.
બાવાસાબ, એટલે અમે તમને દબાણ પૂર્વક કહીએ છે કે, અલ્લાહ તઆલા નો ખોફ કરી હામિદ ચોકલેટે જે એડીઓ ક્લિપ સુણાવી હતી તે વાત પોલીસ માં જણાવી દો. કરણ કે જો નાસિર ભાઈસાહેબ અને યાહ્યા અલી ભાઈસાહેબ આ વાત પોલીસ ને કહી દે તો હામિદ ચોકલેટ દબાણ માં રહેશે કે તેની પાસે ઓડિયો ક્લિપ છે તે બાબત ની માહિતી પોલીસ ને છે. એટલે બીજી વખત દાવત ને બ્લેક મેલ કરતા ગભરાશે. અને બીજા કોઈ ને ફોરવર્ડ કરતા પણ ડરશે કેમ કે પોલીસ ને જાણ છે જ કે ક્લિપ હામિદ પાસે છે એટલે કોઈ બીજા ભી ક્યારે ભી કોઈ આ ક્લીપ વાયરલ કરવાની ધમકી પણ આપશે કે આ ઓડિયો ક્લિપ વાયરલ કરશે તો તે સમયે પોલીસ સીધી હામિદ ચોકલેટ ને પકડી જશે.
એ વાત આપણે સૌ જાણીએ છે કે કોઈ જંગલી પ્રાણી એક વાર માણસ નું લોહી ચાખી જાય તે પછી માણસ નો જ શિકાર કરવા પ્રયત્ન કરે છે. આ પરીસ્થીતી માં આવા માનવ લોહી તરસ્યા પ્રાણી થી ઘણું ચેતવું પડે છે અને તે પ્રાણી ને પાંજરા માં પૂરી જ દેવું પડે. આપણી જમાત નું જંગલી પ્રાણી દાવત ને બ્લેક મેલ નો લોહી ચાખી ગયું છે એટલે હડકાયા કૂતરા જેવું બની ગયું છે એટલે વારંવાર આ ઓડિયો ક્લિપ ની ધમકી આપ્યા જ કરશે. તેને રોકવા પોલીસ ના પાંજરા માં કેદ કરાવવો જ પડે તો જ સમાજ ની સલામતી છે.
જો તમારા કબાટ માં ઝેરીલો સાંપ હોય અને તેને પકડવા તમારા ત્યાં કોઈ આવે ને પુછે કે ક્યાં છે સાંપ ને તમે ઝેરીલો સાંપ ને બચાવવા એમ કહો કે ના અહીં કોઈ ઝેરીલો સાંપ નથી તો આ ઝેરીલો સાંપ તમને નહી ડંખે? ના પણ કબાટ માંથી નીકળી પહેલો ડંખ તમને જ મારશે.
બાવાસાબ, એટલે તમે નાસિર ભાઈસાહેબ ને આદેશ આપો કે ઓડિયો ની વાત પોલીસ ને કહી દે. હમારી ટીમ ને કેટલી કડીઓ મળેલી છે જેના થી સાબિત થસે કે નાસિર ભાઈસાહેબ અને યાહ્યા અલી ભાઈસાહેબ એ પોલીસ ને જૂઠું બોલી ગેર માર્ગે દોરી છે અને એક મુજેરીમ ને પોલીસ થી બચાવ્યો છે. એટલે તમે બંને ને પોલીસ નઈ છોડે ને કેટલી જેલ થશે તે કોઈ વકીલ ને પૂછી લેજો.