બધી કોમેન્ટ બધા પરચાઓ
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
બુત પરસ્તી ની ફ્રેમ વેચનાર પાછળ નમાઝ ના પડાય
દાવત ના કુટુંબ માંથી કેટલાક શખશો શીર્ક નો સમાન એવા ફોટાઓ ની ફોટો ફ્રેમ બનાવીને પૈસા કમાય છે.
જી હા! બાવાસાબ ના કાકા આમિર હમઝા, ને એનો છોકરો મઝાહિર તથા બાવાસાબ ના બનેવી હાશિમ, ગીનીવાલા મોહમ્મદહુસેન અને એનો છોકરો.
આ કામ બુત પરસ્તી ને બઢાવો આપતું કામ છે અને એ કુફ્ર છે. જે ઇન્સાન બુતપરસ્તી કરે અથવા બુતપરસ્તી ને બઢાવો આપતું કામ કરે એ કાફીર છે. કુફ્ર સૌથી મોટો ગુનાહ છે.
કોઈ આમ ઇન્સાન કરે તો એમ કહેવાય કે એના અમલ એને સાથે. એ અલ્લાહ ને જવાબ આપી દેશે. પણ જો એ ઇન્સાન ઇમામત ની નમાઝ પડાવે તો આ મુદ્દો બહુ મહત્વનો થઇ જાય છે. કાફીર પાછળ નમાઝ કીવી રીતે પડાય?
અને જો દાવત પોતાના ઘરના સભ્યોને જ હિદાયત ના આપી શકતા હોય તો હાદી શેના?
જનાબ પહેલા પોતાના ઘર ને સુધારો પછી લોકો ને લાંબી લાંબી નસીહતો કરો.
આ શીર્ક ના સામાન નો ધંધો કરતા ને કુફ્ર કરતા ને રોકો અને જો તેમ ના કરી શકો તો તમારી મહેફિલ માંથી કાઢી ફેંકી દો. પાઘડી લઈ લો વરના તમે ભી ખતાવાર.
તો બાવાસાબ, આ બહુ અગત્ય ના મુદ્દા પર સફાઈ આપો. આવા ઇન્સાન પાછળ નમાઝ કેવી રીતે પડાય? આવા ઇન્સાન ને ઇમામત ની નમાઝ પડવાની રઝા કેવી રીતે અપાય? મુમીનોની નમાઝ કબુલ ના થાય તો એની જિમ્મેદારી કોની?