દાવત કઈ શરમ કરો. દાવત વાલા ના હાથ કે પગ પર બોશો હરામ
મોમીના ઔરત માટે મહરમમાં નઝદીક ના મર્દો છે જેના સાથે ખૂન ના રિશ્તા છે , જેમ કે તેના બાવાજી, ભાઈ, દાદા, દીકરા અને કાકાજી, શૌહર અને શૌહર ના બાવાજી, માત્રાયા ભાઈ અને માત્રાયા બાવાજી.
આના સિવાય કોઈ ના સામે બેહિજાબ આવવું ભી જાએઝ નથી તો હાથ કે પગ પર બોશો તો બહુ દૂર ની વાત છે. તે બિલકુલ હરામ હરામ હરામ છે.
દાઇ ને અપવાદ માં નિકાલએ તો તે બાદ દાઈ ના ફરઝંદો , ભાઈ , ભત્રીજા, ને નઝદીક ભી પરદા કરવું વાજીબ હોય તો હાથ પકડી ને સલામ, બિલકુલ હરામ હરામ હરામ છે.
મુમેનાત માં બહેનો શરિયત ના પાબંદ બનો અને તમારા ઈમાન અને ઈસ્મત નો એહતેરામ કરો. કદી ભી ના-મેહરમ ના હાથ માં તમારો હાથ ના આપો.
દાઇ ના ફરઝંદો ના-મેહરમ છે.
મોમીન મર્દો, આપના ઘરના બૈરો ને તાકીદ કારો કે, ગૈરમેહરમ ના હાથ માં ક્દી પોતાનો હાથ ના આપે અને ગૈરમેહરમ ના હાથ ના ચૂમે. આપના ઘર ની ઈઝ્ઝત સાચવવી અપને મર્દો પર લાઝીમ છે. જો તેમાં લાપરવાહી કરી તો અપને ભી મોટા ગુનાહ ને અઝાબ માં પડી જઈશું.
આ સિવાય ઈન્સાન ની ફિતરત નો ખ્યાલ કરો. બીજી જમાત માં ચલન છે કે દાઇ એક થી વધારે નિકાહ કરે છે અને તેમના શેહઝાદા ભી. જો તેની નકલ અપની જમાત માં ભી થાય તો એક નિકાહ વાલા શહેઝાદા બીજા નિકાહ માટે પોતાની નિગાહ જમાત ની જવાન દીકરી ઓ પર કરશે. શું આપ મર્દો, આપની દીકરીઓ ને ગૈર મર્દ તે નિગાહ થી જોય તે બરદાસ્ત કરશો?
જે શહેઝાદા ની નિઝબત વાસ્તે કોશિસ થઈ રહી છે, તે માટે જમાત ની દીકરીઓ પર નઝર કરવામાં આવી રહી છે, તે શહેઝાદા શું પોતે હર દીકરી ને તે નિગાહ થી નહીં જોતા હોય? બિલકુલ જોતા હશે. તો આજથી જ ઘરના બૈરાઓ ને તાકીદ કરી મોકલો કે કોઇ ભી મોકો હોય, દાઈ સિવાય કોઈ ના હાથ માં હાથ ના આપે અને સલામ કરવા ભી હાથ ના ચૂમે.
શું નેક મોકા પર આ તરહ ના અમલ? આ શરિયત ના ખિલાફ નથી?
શર્મ ની વાત છે કે તખ્ત પર બેસી ને દાઈ આ તમાશા જોય છે.
દાવત, જમાત પાસે થી તમે કરોડો લૂંટો છો, તો જમાત ને શું આપો છો?
દાવત મુમિનો પાસે થી કરોડો રૂપિયા લૂંટી જાય છે અલગ અલગ બહાને થી જેમ કે વાજેબાત, શાદી, મય્યત, ઘર ના પગલાં, ઝિયારત ટૂર અને સલામ, મીસાક, મજલિસ, મરહુમો ના ફાતેહા વિગેરે. તો આના બદલા માં જમાત ને શું આપો છો?
દાવત, આ જમાત કઈ તમારી પૈસા કમાવવાની ફેક્ટરી નથી. જમાત માં ઝિંદા ઈન્સાનો છે જે કડી મહેનત કરી ને, પસીનો બહાવીને, પોતાના ઘરબાર થી દૂર રહીને પોતાની ફેમિલી માટે રોઝી કમાય છે તેમાંથી તમે લૂંટી જાવ છો. તમને હરામ ની ખાવાની આદત પડી ગઈ છે. બહાર નીકળો અને એક રૂપિયો કમાઈ બતાવો. તો ખબર પડશે કે પૈસા કેમ કમાવાય છે.
દાઉદી દાવત ને જુઓ, હમણાં સુધી ૭૮૬ કરોડ ની કર્ઝે હસના આપી છે અને તમે એક રૂપિયો પણ નથી આપ્યો. દાઉદી દાવત જમાત માટે સ્કૂલ, હોસ્પિટલ, મઝારો, બીજી ઘણી સગવડો આપે છે. પણ તમે પૈસા લૂંટી ને ખાલી મિલ્કતો લીધી, તિજોરીઓ ભરી, ઐશ-આરામ ની ઝીંદગી જીવી અને અપના મુમિનો દેવા માં ડૂબેલા હર વક્ત મુશિકીલો નો સામનો કરી રહ્યા છે. કેટલી બેશરમ ઝુલ્મી લુટેરૂ દાવત છે જેને જમાત ની કઈ પડીજ નથી.
કઈ નહીં જો મોમીનો ની નથી પડી પણ અલ્લાહ તઆલા નો તો ખોફ રાખો. અલ્લાહ તઆલા ને હાઝીરો નાઝિર ગિની જો કે અલ્લાહ તઆલા હર ચીઝ પર ગવાહ છે જ છે ને છે જ તેની ગવાહી માં એક વાર બસ એક વાર એલાન કરો કે દાવત જે તે શાદી, મય્યત, ઘર ના પગલાં, ઝિયારત ટૂર અને સલામ, મીસાક, મજલિસ, મરહુમો ના ફાતેહા ના જબરજસતી થી જે પૈસા લે છે તે શરિયત સી જાઈઝ છે. બસ એક વાર કસમ ખાઈને તખત પર થી કહી દો તો પછી મોમીનો ચૂપચાપ જે રકમ માંગશો તે આપી દેશે.
નહી તો બહુ થયું અલ્લાહ તઆલા નો વાસતો હવે ખોટી રીતે સી જબરજસ્તી સી પૈસા લેવા નુ બંધ કરો. અલ્લાહ તઆલા નો ખોફ રાખો ને ના ભૂલો કે અલ્લાહ તઆલા તમારી હર ચાલ થી વાકેફ છે ને તેની પકડ થી બચી નહીં શકાય.
કરબલા ની ઝિયારત માટે દાવત ની રઝા એક લૂંટ છે
દાવત જમાત પાસે થી પૈસા લૂંટવા માટે નવી નવી તરકીબો શોધે છે. એટલે દાવત કહે છે કે કરબલા ની ઝિયારત માટે દાઈ ની રઝા જરૂરી છે નહીતો ઝિયારત કબૂલ ના થાય. આ તદ્દન બોગસ ગળા ને નીચે ના ઉતરે એવી વાત છે જેનો ઉલ્લેખ કોઈ કિતાબ માં નથી.
જો કરબલા ની ઝિયારત માટે દાઈ ની રઝા જરૂરી હોય તો પછી બીજી હર એક ઝિયારત માટે પણ રઝા જરૂરી હોવી જોઈએ જેમ કે આ ઝિયારતો.
(૧) ગલિયાકોટ ની ઝિયારત
(૨) અમદાવાદ માં સૈયેદના અલી અને સૈયેદના બદરુદ્દીન સાહેબ ની ઝિયારત
(૩) સુરત માં સૈયેદના નુરુદ્દીન સાહેબ ની ઝિયારત
(૪) મકબારા ના દાઈઓ ની ઝિયારત
(૫) કબ્રસ્તાન માં દાઈઓ ની ઝિયારત
મુમિનો, દાવત ની આ લૂંટ ને બંધ કરવા માટે અપને કડક પગલા લેવા પડે. તો તમે જયારે પણ ઉપર લખેલી ઝિયારત માટે જાવ તો પહેલે દાવત ની રઝા જરૂર લેજો. યાદ રાખજો, વાત ખાલી રઝા લેવાની છે. કોઈ પૈસા થી સલામ ની જરૂર નથી. તમે ખાલી હાથે પૈસા વગર સલામ કરજો.
તમારે દેવડી પર જવાનું અને કહેવાનું કે મને મકબારા ની ઝિયારત કરવા જવું છે એટલે દાઈ ની રઝા લેવા આવેલો છો. આકા મૌલા, આપની રઝા છે? આવીજ રીતે જયારે તમે અમદાવાદ, સુરત કે ગલિયાકોટ જાવ તો દાઈ ની રઝા લેવા જરૂર જજો. કબ્રસ્તાન માં પણ દાઈઓ ની ઝિયારત માટે જાવ તો રઝા જરૂર લેજો.
આ દાવત ને તમે પૂછશો કે કઈ કિતાબ માં લખેલું છે તો જવાબ નહિ આપે. એકદમ નફ્ફટ છે. પૈસા લૂંટવા ગમે તે કરશે. તો અપને પણ હવે દાવત ને સીધા રસ્તા પર લાવવા માટે નવા રસ્તા અપનાવવા પડશે.
જો અપને આ રઝા લેવાનું ચાલુ કરશું તો રોજ ના ૪૦-૫૦ લોકો દેવડી પર જાશે. દાવત એટલી કંટાળી જાશે કે પછી કહી દેશે કે કરબલા ની ઝિયારત માટે દાવત ની રઝા જરૂરી નથી. અપને આ હાંસિલ કરવાનું છે એટલે મુમિનો અમારો સાથ આપો. રોજ ૪૦-૫૦ લોકો દેવડી પર રઝા લેવા જાવ.
ઉમરા ની ટૂર માં દાવત ની ચોરી, છેતરપિંડી, ધોખેબાજી
મુમિનો, તમે કોઈ પણ જગ્યા વસ્તુ ખરીદવા જાવ છો તો દુકાનદાર કહેશે કે આ વસ્તુ છે અને આના એટલા રૂપિયા. તમે કોઈ સર્વિસ ખરીદવા જાવ છો જેમ કે ડૉક્ટર પાસે સારવાર તો ડૉક્ટર તમને કહેશે કેટલા રૂપિયા થશે અને એ પણ કહેશે કે કઈ સર્વિસ આપશે. આને કેવાય ઈમાનદારી નો ધંધો.
દાવત ની ઉમરા ટૂર માં દાવત અને એનો ભાગીદાર ટૂર વાળો, બંને જણા ચોરી, છેતરપિંડી, અને ધોખેબાજી કરે છે. આવો સમજીયે.
ટૂર વાળો ટુર ના કેટલા રૂપિયા થશે એ કહે છે પણ એ નથી કહેતો કે દાવત નું આમાં ૧૦૦૦૦ રૂપિયા નું કમિશન છે. આ છુપાડવુ ચોરી છે, છેતરપિંડી છે. ટૂર વાલા ને ચોખ્ખા શબ્દો માં કહેવું જોઈએ કે મને એટલા રૂપિયા મળશે અને દાવત નું કમિશન આ છે. પછી મુમીન ની મરજી ટૂર માં જવું કે નહિ. પણ કમિશન છુપાડવુ ચોરી છે, ધોખેબાજી છે.
બીજું, દાવત હર એક મુમીન પાસે થી રઝા ના અલગ ૩૦૦૦ રૂપિયા લે છે તો આ ૧૦૦૦૦ રૂપિયા નું કમિશન ખુલ્લી લૂંટ અને ચોરી છે. દાવત ને શું કામ કમિશન હોય? જમાત ને હર રોજ તો લૂંટે છે, તો અલ્લાહ ના ઘર ની ઝિયારત માં પણ લૂંટ? આ બહુ મોટો ગુનો છે.
ત્રીજું, દાવત ૩૦૦૦ રૂપિયા લે છે કેમ કે સર્વિસ આપશે. તો શું ઈમાનદારી થી કહે છે કઈ સર્વિસ આપશે? શું એ કહે છે કે મક્કા ના ૭ દિવસ માં નમાઝો હોટેલ માં પડાવશે હરમ શરીફ માં નહિ અને મુમીન ૮૪ લાખ નમાઝ નો સવાબ ગુમાવશે? દાવત ને ચોખા શબ્દો માં કહેવું જોઈએ કઈ સર્વિસ આપશો આ ૩૦૦૦ રૂપિયા સામે.
મુમિનો, તમે જોઈ શકો છો કે આ દાવત ની ટૂર માં દાવત અને ટૂર વાળો ખુલ્લી ચોરી, છેતરપિંડી, ધોખેબાજી કરે છે. આ ગુનાહ છે અને જે મુમીન આ ટૂર માં જશે એ આ ગુનાહો નો સાથ આપશે, એટલે એ મુમીન પણ ગુનેગાર થયો. મુમિનો, તમે અલ્લાહ ના ઘરે સવાબ કમાવા જાવ છો, ગુનાહ કમાવા નથી. દૂર થઇ જાવ આ ગુનાહો થી, બોયકોટ કરો દાવત ની ચોરી, છેતરપિંડી, ધોખેબાજી વળી ટૂર ને.
દાવત ની વાજેબાત એક મોટી લૂંટ છે
મુમિનો, દાવત જમાત પાસે થી વાજેબાત માંગે છે. તો પહેલે સમજીયે શબ્દ "વાજેબાત" . આ શબ્દ ક્યાં થી આવો? વાજીબ પર થી. વાજીબ ઈટલે ફરઝ. જેમકે અપને પર નમાઝ, રોઝા, ઝકાત, વિગેરે વાજીબ છે, એટલે અલ્લાહ એ અપને પર ફરઝ કીધેલા છે. કોઈ પણ દિન ની ચીઝ, સિર્ફ અલ્લાહ અપને પર ફરઝ કરી શકે. દાવત ને કોઈ હક નથી કોઈ પણ ચીઝ અપને પર ફરઝ કરી શકે. તો આ "વાજેબાત" ક્યાં થી આવી? આ તદ્દન ઉપજાવેલી છે, પૈસા લૂંટવા માટે.
દાવત કહેશે કે અપને પર દાવત ને પૈસા આપવા વાજીબ (ફરઝ) છે એટલે આ "વાજેબાત". પણ પૈસા શુકામ આપવાના? દાવત જમાત માટે શું કરે છે? આવો ડિટેલ માં જોઈએ.
(૧) નમાઝ પડાવે છે. એતો કોઈ પણ મોલવી મુસલમાન ની મસ્જિદ માં નમાઝ પડાવે છે અને એને મહિના નો પગાર મળે છે. તો અપને પણ દાવત માટે મહિના નો પગાર નક્કી કરી લઈએ, મહિનાના ૧૦૦૦૦ રૂપિયા નમાઝ પડાવવાના.
(૨) વાએઝ કરે છે. આખી દુનિયા માં શિયા મૌલાના ફ્રી માં વાએઝ કરે છે. ઇમામ હુસૈન (AS) ની અઝાદારી ના પૈસા હોય? જે પૈસા લે એ શિયા જ ના કહેવાય.
(૩) બીજા બધા કામો કરે છે. પણ એની તો અલગ અલગ લૂંટ હોય છે. શાદી ની લૂંટ અલગ, મય્યત ની લૂંટ અલગ, મીસાક ની લૂંટ અલગ, પગલાં ની લૂંટ અલગ, ઝીયારત ની લૂંટ અલગ, વિગેરે.
એટલે મુમિનો તમે જોઈ શકો છો કે વાજેબાત માં ખાલી નમાઝ પડાવવાનો પગાર જ આવે. બીજું બધું લૂંટ છે, દાવત ની હરામ ની કમાઈ છે.
જાગૃતિ હવે આને પાછળ પડી જશે. વાજેબાત નું અમે એક નવું નામ આપવા માંગીયે છે "હરામ ની કમાઈ, હરામ ની લૂંટ". જયારે પણ અમે વાજેબાત નો ઝિક્ર કરશું ત્યારે આ નવું નામ લઈશુ જેથી કરી ને મુમિનો ના ધ્યાન માં રહે કે વાજેબાત સિર્ફ લૂંટ જ છે.
૪૪ પહેલા ના દોઆતો ક્યાં લેતા હતા વાજેબાત? કેમ કે અલ્લાહ તઆલા સી ડરતા હતા.
એટલેજ ફક્ત દેવડી મુબારક જ હતી આગળ ના દાઈ ઓ ની. કોઈ દારૂસસલામ, મિસ્કાત કે સ્કાય લાઇન માં ફ્લેટો, નેશનલ વાલા ના એપાર્ટમેન્ટ માં આખો ફ્લોર, બાગે અલી માં આખો ફ્લોર વિગેરે મિલકતો નહોતી પહેલા ના દાઈ ઓ પાસે. એટલે આ ૪૫ ની તમામ મિલકતો નું કોમન નામ દાવત ની વાજેબાત વિલા છે.
અમે આ વાજેબાત ની લૂંટ ને આખી દુનિયા માં ફેલાવીશું. દાવત ને જવાબ આપવો જ પડશે કે આ વાજેબાત ની લૂંટ શું કામ? આ હરામ ની કમાઈ શું કામ? મહેનત કરી ને હલાલ ની રોઝી તમે કેમ નથી કમાતા? આ હરામ ની કમાઈ ખાઈ ને મહેલો માં ઐશ આરામ શું કામ? જાગૃતિ આ મુદ્દા ને નહિ છોડે.
દાવત ની ૬૦ લાખ ની લૂંટ
મુમિનો આપને અંદાજ પણ છે કે દાવત વાજેબાત ના નામ પર કેટલી લૂંટ ચલાવશે? આવો હિસાબ ગણિયે.
અમે ઘણા મુમિનો ને પૂછ્યું કે તમારી ટોટલ વાજેબાત કેટલી છે, બધુ મળીને? પછી એ ટોટલ પર થી અમે અવેરેજ નીકાળ્યો તો એક ધર દીઠ એવરેજ ૬૦૦૦ રૂપિયા વાજેબાત છે. અપની જમાત માં અંદાજે ૧૦૦૦ ફેમિલી છે. તો દાવત ની આ વર્ષ ની વાજેબાત ની લૂંટ થઇ:
૬૦૦૦ રૂપિયા x ૧૦૦૦ ફેમિલી = ૬૦ લાખ રૂપિયા
અધધધ. અમારી આંખો પહોળી થઇ ગઈ. કઈ જ નહિ કરવાનું, ખાલી મહેલો માં બેસવાનું અને એક મહિના માં ૬૦ લાખ રૂપિયા લૂંટી જવા ના.
ઓ લૂંટેરી લોભી લાલચી ઝુલ્મી ડાકુ દાવત, આ અલવી જમાત તમારી માલિકી નથી, તમારી પૈસા બનાવવાની ફેક્ટરી નથી કે ૬૦ લાખ રૂપિયા લૂંટી જાવ છો.
અપની જમાત માં ઘણા ગરીબો છે, એમને પૈસા ની બહુ જરૂર છે. તમારી આ બેશરમ ઝાલિમ ૬૦ લાખ ની લૂંટ માંથી ગરીબો ને કર્ઝે હસના આપો. જમાત ની તરક્કી માટે પૈસા ખર્ચો. અલ્લાહ ના દીન ના કામો માટે પૈસા ખર્ચો. જાગૃતિ તમને નહિ છોડે. આ ૬૦ લાખ ની લૂંટ ને આખી દુનિયા ને દેખાડશે.
દાવત, વાજેબાત ની લૂંટ જમાત ને પાછી આપો
મુમિનો, અમે એક પરચા માં કહી ચુક્યા છે કે આ વર્ષે દાવત વાજેબાત ની ૬૦ લાખ ની લૂંટ કરશે.
બીજા એક પરચા માં અમે એમ સાબિત કરી ચૂકયા છે કે વાજેબાત હોય જ નહિ, આખી ઉપજાવેલી છે લૂંટ માટે.
જેવી રીતે કોઈ કંપની ખોટી રીતે લોકો પાસે થી પૈસા લૂંટી જાય અને કોર્ટ નો ચુકાદો એ કંપની ના વિરુદ્ધ આવે તો એ કંપની ને લૂંટ ના પૈસા લોકો ને પાછા આપવા પડે. આ દુનિયા નો કાયદો છે, દસ્તુર છે.
અપને એ સાબિત કરી ચૂકયા છે કે વાજેબાત જેવી કોઈ ચીઝ છેજ નહિ. દાવત જમાત માટે કઈ જ નથી કરતી સિવાય કે નમાઝ પડાવે છે અને એના માટે મહિના નો પગાર હોવો જોઈએ. અમે અલવી જમાત ટ્રસ્ટ ને દરખાસ્ત કરીયે છે કે દાવત નો મહિના નો એક મસ્જિદ નો નમાઝ પાડવા માટે ૧૦૦૦૦ રૂપિયા પગાર નક્કી કરો. વડોદરા માં ૩ મસ્જિદ છે, એટલે એમને મહિના નો ૩૦૦૦૦ રૂપિયા પગાર બાંધી આપો. આ મહિના ના ૩૦૦૦૦ પગાર ઉપરાંત એક રૂપિયો પણ દાવત ને આપવાનો નહિ.
આ વાજેબાત જેવું કઈ છેજ નહિ, આ ખાલી લૂંટ છે. જયારે એ સાબિત થઇ ચૂક્યું છે તો દાવત, આ વાજેબાત ના નામ પર હમણાં સુધી ના લૂંટેલા પૈસા જમાત ને પાછા આપો. આ કાયદો છે અને એનું પાલન કરો. મુમિનો, જબરદસ્ત વિરોધ કરો અને તમારી પોતાની કમાઈ જે વાજેબાત ના નામ પર દાવત લૂંટી ગઈ છે તે પાછા માંગો. હર એક મુમીન દેવડી પર જાય અને પોતાની લૂંટ ની રકમ પાછી લઇ લે.
મુમિનો, વાજેબાત વિલા માં જઈને રહો
મુમિનો, અમે એક પરચા માં દાવત ની મિલ્કતો ને વાજેબાત વિલા નામ આપ્યું હતું. એ જરા સમજીયે.
૪૪ માં દાઈ પહેલા, ચાલો ૪૩ માં દાઈ સયેદના નુરુદ્દીન સાહેબ ની વાત કરીયે. એમને પાસે ખાલી દેવડી જ હતી અને એમાં એમના બધા દીકરાઓ રહેતા હતા જેમ કે તૈયયેબ ઝિયાઉદ્દીન, શોએબ અલી, હારુન અલી, અહેમદ અલી અને આમિર હમઝા. દેવડી માં જ બધા રહેતા હતા. એમના કોઈ અલગ ઘર નહોતા.
૪૪ થી લૂંટ ચાલુ થઇ અને ૪૫ એ તો હદ પાર કરી દીધી. વાજેબાત ની એટલી લૂંટ ચલાવી કે દારૂસસલામ, મિસ્કાત, સ્કાય લાઇન માં ફ્લેટો, નેશનલ વાલા ના એપાર્ટમેન્ટ માં આખો ફ્લોર, બાગે અલી માં આખો ફ્લોર વિગેરે મિલકતો થઇ ગઈ જેની કિંમત લગભગ ૪૦ કરોડ હશે. તો આટલી બધી મિલ્કતો કીવી રીતે થઇ? એમની તો કોઈ બીજી અવાક જ નથી. આ બધું વાજેબાત ની લૂંટ થી ખરીદેલું છે.
તો મુમિનો, આ વાજેબાત વિલાઓ તમારા પૈસા થી ખરીદેલા છે એટલે તમે એના માલિક થયા, દાવત નહિ. તો પછી શેની વાર જુઓ છો? આ વાજેબાત વિલાઓ પર તમારો કબ્જો કરી લો. જે પણ મુમીન ને ઘર માં તકલીફ હોય તે બિસ્તરા પોટલા ઉઠાવો અને દારૂસસલામ કે મિસ્કાત માં રહેવા માટે પહોંચી જાવ. કોઈ રોકે તો કહેજો કે આ અમારા પૈસા થી બનેલું છે અને અમે એના માલિક છે. સ્કાય લાઇન ના ફ્લેટો માં જો તાળું હોય તો તોડી નાખો અને તમારા ઘર માં રહેવા જાવ. નેશનલ વાલા ના એપાર્ટમેન્ટ અને બાગે અલી ના ફ્લેટો માં પણ એમજ કરજો.
મુમિનો, જાગો. તમારી માલિકી દાવત લૂંટી ગઈ છે. જાવ અને તમારી મિલ્કતો ને કબ્જે કરી લો. આરામ થી આ ઘરો માં રહો.